આ મંડળ કેળવણીને લગતો તમામ પ્રકારનો શાળાઓ, મહાશાળાઓ, તથા તેને અંગે વિદ્યાર્થી આશ્રમો ચલાવવા અને તેમાં વિદ્યાર્થીઓને શારીરિક,માનસિક, નૈતિક અને ઔદ્યોગિક, શિક્ષણ મળે અને તેઓ દ્રારા નાગરિક થાય તે પ્રકારનું શિક્ષણ આપવા પ્રયત્ન કરવો.
ઉપરનો ઉદ્દેશ પાર પાડે એવો અન્ય કેળવણીને લગતી પ્રવૃતિઓ કરવી.
ગ્રામ્ય પ્રજાની સેવા અને ઉન્નતીના કાર્યો કરવા.
યાત્રિકોની સગવડ સાચવવી વગેરે
ટ્રસ્ટીઓ ઠરાવે તે.......
ટ્રસ્ટના હેતુઓ
ગુ.મા.શિ. બોર્ડ, ગાંધીનગર દ્વારા નિયત થયેલ માન્ય તાલિમી સંસ્થામાં શાળાના શિક્ષકશ્રી માટે ધોરણ - ૮, ૯, ૧૦ ના કોમ્પ્યુટર શિક્ષણની તાલીમની વ્યવસ્થા કરેલ છે.
શ્રી બળિયાદેવ દેવસ્થાન ટ્રસ્ટમાં જિલ્લા કલેક્ટરશ્રી પાસે ૧૫ કોમ્પ્યુટર તથા લેબ માટેના અંદાજીત ખર્ચના પ્રોજેક્ટ સહિત માગણી કરેલ છે. જેની એક નકલ ગ્રામ પંચાયત, પોરને મોકલેલ છે.
પોર ગામની આસપાસ આવેલ કંપનીઓના ડીરેકટરશ્રી પાસે કમ્પ્યુટર પ્રોજેક્ટમાં સહાયની અપેક્ષાએ પત્ર વ્યવહાર કરેલ છે.
શ્રી બળિયાદેવ કેળવણી મંડળ, પોર ગ્રામ પંચાયત તથા આચાર્યશ્રી સરકારની મંજૂરી પ્રાપ્ત થતાં હાયર સેકન્ડરી શરુ કરવા કટિબધ્ધ છે.
એસ.એસ.સી. ના પરિણામ માટે રાખેલા વિઝન માટેના પ્રયત્નો
પ્રકરણના અંતે યુનિટ ટેસ્ટ લેવા,
ટીમવર્ક કરાવવું જેમાં ‘એ’ ગ્રેડના બે થી ત્રણ, ‘બી’ ગ્રેડના ત્રણ થી ચાર અને ‘સી’ ગ્રેડના ચાર થી પાંચ વિદ્યાર્થીઓની ટીમ બનાવવી.
ટીમવર્કમાં પ્રશ્નોતરી, ચર્ચાસભા, વિષય વસ્તુ પર ક્વિઝ કોમ્પીટીશન વિગેરે જેવા પ્રયત્નો કરવા
વધારાના તાસની ફાળવણી કરવી જેમાં શિક્ષણની ગુણવત્તા સુધારણા માટે પરીક્ષાલક્ષી પ્રશ્નોતરી, ‘સી’ ગ્રેડના વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપવું સાથે સાથે બોર્ડની પરીક્ષાને લગતી માહિતી પૂરી પાડવી.
છેલ્લા પાંચ વર્ષના પ્રશ્નપત્રનું સોલ્યુશન આપી પરીક્ષાલક્ષી તૈયારી કરાવવી.
૮૦ % થી વધુ ગુણ લાવનાર સંભવીત વિદ્યાર્થીઓને તેમના લક્ષ તરફ પ્રેરીત કરી પરીક્ષામાં ઉપયોગી માર્ગદર્શન પુરું પાડવાનો સતત પ્રયત્ન કરવો.
૭૦ % વધુ ગુણ લાવનાર સંભવીત વિદ્યાર્થીઓને ૮૦% થી વધુ ગુણ લાવનાર સંભવીત વિદ્યાર્થીઓના લક્ષને ધ્યાનમાં રાખી પ્રેરણા આપવી સાથે સાથે બાકીના વિદ્યાર્થીઓને વધુમાં વધુ ગુણ મેળવવા માટે માર્ગદર્શન આપવા પ્રયત્ન કરવો.
અસરકારક અધ્યાપન માટે યુનિટ પ્લાનીંગ, ચાર્ટ, મોડેલ, સ્વનિર્મિત સાધનો બનાવવા સાથે સાથે વર્ગ ખંડને જીવંત બનાવવાના પ્રયત્ન કરવા.
પ્રશ્નબેંક આપી પખવાડીક યુનિટ ટેસ્ટ લેવા
સાંસ્કૃતિક પ્રવૃતિઓનું આયોજન કરવું, સમાજના મોભાદાર વ્યક્તિઓને બોલાવી સામાજીક માર્ગદર્શન પુરું પાડવું, દેશની મહાન વિભૂતિઓના જીવન પ્રસંગો તથા બોધવાર્તા આપવા જેવા પ્રયત્નો કરવા જેથી વિદ્યાર્થીઓમાં ‘મારી શાળા’ ‘મારો દેશ’ જેવા મૂલ્યો ખીલે.