|
|
|
|
Shree Baliyadev Highschool Por | Prayers
શાળાની પ્રાર્થના
|
ૐ શાળાગીત ૐ
શ્રી બળિયાદેવની હાઈસ્કૂલમાં,
અમે જ્ઞાન જયોત પ્રગટાવનારા
શિસ્ત, સંયમને સદાચારથી,
સહુજનને વંદનારા........શ્રી .........
ગામની વચ્ચે શાળા અમારી,
ઢાઢર તટ પર શ્રી બળિયાદેવ
શ્રી બળિયાદેવના સાનિધ્યમાં,
અમે સહુજનને વંદનારા.....શ્રી........
બાગ બગીચા અને પ્રકૃતિ વચ્ચે,
છે શાળા અમારી સુંદર
પાંચ ગામના છાત્ર તણો આ,
બની રહ્યો ગુલદસ્તો........શ્રી......
શ્રી બળિયાદેવ કેળવણી મંડળ દ્વારા,
અમે જ્ઞાન જયોત જગાવનારા
સંયમ, સાદગી, અને શિષ્ટાચારથી,
અમે સહુજનને વંદનારા......શ્રી......
ઓગણીસોને પાંસઠથી થઈ,
સ્થાપના અમારી શાળાની
અંગ ઉમંગમાં સહિષ્ણુતાથી,
અમે સહુજનને વંદનારા....શ્રી........
|
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું,
મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ આ સકલ વિશ્વનું,
એવી ભાવના નિત્ય રહે.
મૈત્રી.......
ગુણથી ભરેલા ગુણીજન દેખી,
હૈયું માંરૂ નૃત્ય કરે ;
એ સંતોના ચરણ કમળમાં,
મુજ જીવનનું હાર્દ રહે. મૈત્રી..........
દીન, ક્રૂરને ધર્મ વિહોણા,
દેખી દિલમાં દર્દ રહે ;
કરૂણાભીની આંખોમાંથી.
અશ્રૃનો શુભ સ્ત્રોત વહે. મૈત્રી....................
માર્ગ ભૂલેલાં જીવન પથિકને,
માર્ગ ચિંધવા ઊભો રહું.
કરે ઉપેક્ષા એ મારગની,
તો પણ સમતા ચિત ધરું.... મૈત્રી................
મૈત્ર્યાદિ આ ચાર ભાવના
હૈયે ગુણીજન જે લાવે,
વેરઝેરના પાપ તજીને
મંગળ ગીતો એ ગાવે મૈત્રી.......
|
|
ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માંગુ સદા,
રહે જનમ-જનમ તારો સાથ, પ્રભુ એવું માંગુ સદા.
તારી મૂર્તિ મનોહર જોયાં કરું,
રાત દિવસ ભજન તારું ગાયા કરું,
રહે અંત સમય તારું ધ્યાન, પ્રભુ એવું માંગુ સદા.
મારી આશા-નિરાશા કરશો નહી,
મારા અવગુણ હૈયામાં ધરશો નહિ,
શ્વાસે શ્વાસે રહે તારું નામ, પ્રભુ એવું માંગુ સદા.
મારા પાપ ને તાપ સમાવી લેજો,
તારા બાળકને દાસ બનાવી લેજો,
દેજો આવીને દર્શનદાન, પ્રભુ એવું માંગુ સદા.
ભકિત કરતાં છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માંગુ સદા.
|
મંગલ મૂરતિ મારૂતિ નંદન,
સકલ અમંગલ મૂલ નિકંદન,
પવનતનય સંતન હિતકારી,
હૃદય બિરાજત અવધ વિહારી.... મંગલ
માતા-પિતા ગુરૂ ગણપતિ શારદ,
શિવા સમેત શંભુ શુક નારદ.......... મંગલ
ભક્તજનો કે તુમ રખવાલે,
અસૂર નિકંદન રામ દુલારે .............. મંગલ
જય જય જય હનુમાન ગુંસાઈ
કૃપા કરો ગુરુ દેવ કી નાઈ .......... મંગલ
ચરણબંદી બિનવું સબ કાહું,
દે દૂં રામપદ નેહ નિવારું ........... મંગલ
બંદહું રામ લખન વૈદેહી,
જૈ જૈ તુલસી કે પરમ સનેહી ........... મંગલ
|
|
હે કરૂણાં કરનાર
હે કરૂણાંના કરનારા, તારી કરૂણાનો કોઈ પાર નથી.
હે સંકટના હરનારા, તારી કરૂણાનો કોઈ પાર નથી.
મારા પાપ ભર્યા છે એવા, તારી ભૂલ્યો કરવી સેવા,
મારી ભૂલોના ભૂલનારા, તારી કરૂણાનો કોઈ પાર નથી. હે સંકટનાં......
હે પરમ કૃપાળુ વહાલા, મેં પીધા વિષના પ્યાલા,
વિષને અમૃત કરનારા, તારી કરૂણાનો કોઈ પાર નથી. હે સંકટનાં.....
હું અંતમાં થઈ રાજી, ખેલ્યો હું અવળી બાજી,
અવળી સવળી કરનારા, તારી કરૂણાનો કોઈ પાર નથી. હે સંકટનાં..
મને જડતો નથી કિનારો, મારો કયાંથી આવે આરો,
મારા સાચા ખેવનહારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે સંકટનાં..
ભલે છોરું કછોરું થાયે, તું માવતર કહેવાયે,
મીઠી છાયા દેનારા, તારી કરૂણાનો કોઈ પાર નથી. હે. સંકટનાં.......
હે ભક્તનું દિલ ઉદાસી તારા ચરણે લે અવિનાશી,
રાધાના દિલ હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે સંકટનાં..
હે કરૂણાના કરનારા, તારી કરૂણાનો કોઈ પાર નથી.
|
સુરજ કી ગરમી સે જલતે હુએ તનકો મીલી તરવરકી છાયા ...........(૨)
ઐસાહી સુખ મેરે મનકો મિલાહૈ મેં જબ સે શરણ તેરી આયા, મેરે રામ.
................. સુરજ કી ગરમી સે....................
ભટકા હુઆ મેરા મનકા કોઈ મિલના રહાથ સહારા................(૨)
લહેરો સે લડતી હુઈ નાવ કો જૈસે મીલના રહાહો કિનારા ...........(૨)
ઉસ લડખડાતી હુઈ નાવ કો જૈસે કીસીને કિનારા દિખાયા
એસાહી સુખ મેરે મનકો ................. સુરજ કી ગરમી સે....................
શીતલ બને આભ ચંદન કે જૈસે રાધવ કૃપા હો જો તેરી
ઊજયાલી પુનમ કી હો જાએ રાતે જો થી અમાવસ અંધેરી............(૨)
જુગ જુગ સે પ્યાસે મધુ ભૂમિ કો જેસે પાવન કા સંદેશા આયા
એસાહી સુખ મેરે મનકો ................. સુરજ કી ગરમી સે....................
જીસ રાહોકી મંજીલ કો તેરા મીલન હો ઉસ પર કદમ મેં બઢાઉં
ફુલોં મેં બહારો મેં પતઝડ પહાડોં મે મેના કભી ડગમગાઉં...........(૨)
પાની કે પ્યાસે કો તકદીર ને જૈસે જીભરકે અમૃત પિલાયા
એસાહી સુખ મેરે મનકો ................. સુરજ કી ગરમી સે....................
|
|
|
|
|
|
|
|
|