Shree Baliyadev Highschool,Por
Shree Baliyadev Highschool Por | About Us

શાળા વિશે

શાળાની ઈમારત

વડોદરા થી ૨૦ કિ.મી. નેશનલ હાઈવે નં,૮ ઉપર આવેલ શ્રી મોટા બળિયાદેવ મહારાજના તીર્થધામથી પ્રસિધ્ધ એવા પોર ગામમાં શ્રી બળિયાદેવ કેળવણી મંડળ સંચાલિત શ્રી બળિયાદેવ હાઈસ્કૂલ,પોર તા.જિ.વડોદરાની સ્થાપના ૧૪ જૂન ‏‏૧૯૬૫ ના દિને કરવામાં આવી.

શાળા પોતાના ગામમાં ન હતી શાળાના બાળકો આજુબાજુ વિસ્તારમાં ભણવા જતા હતા.સાયકલ ઉપર આવતા જતા હતા. તેથી ગામના આગેવાનો એ  નકકી કયું કે શાળા શા માટે આપણા ગામમાં ન હોય?ચાલો આપણે આપણા ગામમાં માઘ્યમિક શાળાની શરૂઆત કરીએ. અને સૌ પ્રથમ ગ્રામજનો એકત્રીત થઈ શ્રી બળિયાદેવ કેળવણી મંડળની રચના કરીઅને પ્રમુખ તરીકે શ્રી શાહ મણીલાલ ચંદુલાલ તથા મંત્રી તરીકે શ્રી પટેલ મણીભાઈ મોતીભાઈની નિયુકિત થઈ. શાળાની મંજુરી મળતા શ્રી પોર વિદ્યાલય પોર શરૂ કરવામાં આવી. ત્યાંના પ્રથમ આચાર્યશ્રી જગદીશભાઈ એચ.શાહ હતાં શાળામાં ધોરણ - ૮ અને ધોરણ - ૯ ની શરૂઆત થઈ. તે સમયે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા  ૮૬ હતી. શાળામાં  ૦૨ શિક્ષકો અને  ૦૧ પટાવાડા હતા. શાળા શરૂ થતા ગામના બાળકો ગામમાં  જ શિક્ષણ લેતા થયા. ત્યારબાદ શ્રી જગદીળભાઈ શાહ વય નિવૃત થતા બીજા આચાર્ય તરીકે શ્રી રાવજીભાઈ વી.પટેલની નિયુકિત થઈ. તે સમયે વિદ્યાર્થીઓની સંખ્યા  ૧૫૯ હતી. તેઓ બાદ ૧૯૮૧ થી શાળાના આચાર્ય તરીક શ્રી હરેન્દ્રભાઈ સી પટેલની નિયુકિત થઈ. શાળાની સંખ્યા વધી અને મકાન કાચું હોવાથી ખુબ મુશ્કેલી પડતી હતી તેથી શાળાને યાંત્રિક ભવનમાં બેસવાની પરવાનગી માંગવામાં આવી તે સમયે શાળાના વિદ્યાર્થીઓની સંખ્યા  ૧૬૦ હતી.યાંત્રિક ભવનની બાજુમાં શ્રી બળિયાદેવ ભગવાનને કારણે વિદ્યાર્થીઓને અભ્યાસમાં મુશ્કેલી પડતી હતી તેથી શાળાના આચાર્યશ્રી હરેન્દ્રભાઈ પટેલ દ્રારા મંડળને રજુઆત કરવામાં આવી.શાળાના આચાર્ય,શ્રી બળિયાદેવ કેળવણી મંડળ, ગામના સરપંચ શ્રી તથા ગામના આગેવાનો ભેગા થયા અને કલેકટર શ્રીને રજુઆત કરતા શ્રી બળિયાદેવ દેવસ્થાન ટ્રસ્ટમાંથી રૂ. ૧૫,૦૦,૦૦૦/- અંકે પંદર લાખ  પુરા મંજુર કરવામાં  આવ્યા. ગામના અગ્રણીઓ તથા ગામના લોકોનો ફાળો એકત્રીત કરી શાળાનું ભવ્ય મકાન લગભગ  ૩૦ થી ૩૫ લાખ ના અંદાજીત ખર્ચ સાથેનું તૈયાર કરવામાં આવ્યું.

વર્ષ ૨૦૦૦ માં શાળાના આચાર્ય  તરીકે નવયુવાન ઉત્સાહી આચાર્ય શ્રી જયેશકુમાર ચૌહાણ આવ્યા.તે સમયે વિદ્યાથીઓની સંખ્યા ૩૦૯ ની હતી શાળામાં વિવિધ નવી-નવી પ્રવૃતિ થવા લાગી શાળાની કાયા પલટ થઈ ગઈ. શાળાના નવા-નવા અદ્યયન મકાનમાં પ્રાણ પુરાયા.શિસ્ત,સંયમ,શિષ્ટાચારથી સંખ્યા વધતી ગઈ.શાળાને વર્ષ ૨૦૦૭ - ૦૮ માં શ્રેષ્ઠ શાળા તરીકે પુરસ્કુત કરવામાં આવી.

સામાજિક સેવામાં શિશ્રક દિન ફાળો, સૈનિક દિન (ધ્વજ દિન ) ફોળો એકત્રીત કરી સામાજિક એવા આપના લોકોનું ઉત્થાન કરવાનું કાર્ય કરવામાં આવે છે.

વર્ષ ૨૦૦૦ થી શાળાનું પરિણામ ઉતરોતર વધારો તથા નવયુવાન શિક્ષકોની નિયુકિત થતા વર્ષ ૨૦૦૦ પછી નવ યુવાન આચાર્ય અને શિક્ષકોની નિયુકિત થતા શાળાનું પરિણામ ઉતરોતર વધવા લાગ્યું.આચાર્ય અને શિક્ષકોના ટીમ વર્ક દ્રારા શાળાની વિવિધ પ્રવૃતિઓના શાળાના સમાચાર પેપરમાં પ્રસિધ્ધ થવા લાગ્યા. જિલ્લાની  ૧૦ શાળામાં શ્રેષ્ઠશાળા તરીકે પ્રસિધ્ધ થતા મંડળ દ્રારા આચાર્ય અને શાળાના શિક્ષકોનું સરસ્વતી માતાજીની મૃર્તી આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.શ્રી બળિયાદેવ કેળવણી મંડળનો સહયોગ સાથે હોવોને કારણે શાળાના આચાર્ચ સ્વતંત્ર રીતે શિક્ષકો  સાથે વિચારોનું આદાન પ્રદાન કરી શાળાને ચેતનવંતી બનાવી રાખી છે.