શાળામાં પ્રવેશ મેળવવા માટેની પ્રકિયાની માહિતી
શ્રી બળિયાદેવ કેળવણી મંડળ સંચાલિત શ્રી બળિયાદેવ હાઈસ્કૂલ પોર ગ્રામ્ય વિસ્તારની શાળા છે.
પોર ગામની આજુબાજુના ૫ કિ.મી.ની ત્રિજયામાં આવેલ વિદ્યાર્થીઓ અહિ માધ્યમિક શિક્ષણ માટે આવે છે.સંખ્યાની મર્યાદાને ધ્યાનમાં રાખી પ્રથમ પોર ગામના સ્થાનિક પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓને એડમીશન આપવામાં આવે છે.
ત્યાર બાદ પોરથી નજીક આવતા ગામોની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે.
આ સમગ્ર વિસ્તારની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી લીધા પછી જગ્યા હોય તો બહારના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે.