આચાર્યનો સંદેશો
શાળા એ સરસ્વતી માતાની આરાધના કરવાનું એક સુંદર અને પ્રવિત્ર સ્થળ છે. જયા શિસ્ત,સંયમ,અને શિષ્ટાચારની સાથે સાંસ્કૃતિક પ્રવતિ દ્રારા ભાવિ બાળકોનું ઘડતર કરવાની આત્મીય જવાબદારી શાળાના આચાર્ય શિક્ષકો અને શ્રી બળિયાદેવ કેળવણી મંડળનો સહકારથી શાળા સમાજમાં ઉચ્ચ સ્થાન પામી - ઉચ્ચ ગુણવતાવાળા વિદ્યાર્થીઓને ઉભા કરી શકે છે. શાળાએ એક એવું પ્રવિત્ર સ્થાન છે. કે જયાં દિવસની શરૂઆત પ્રાર્થનાથી થાય છે અને પ્રાર્થના એ આત્માનો ખોરાક છે.
જેની પ્રાર્થના અંતર મનથી સુંદર તેનો દિવસ પ્રભુમય - કર્મયોગી રહે છે. માટે શાળાએ સરસ્વતીનું મંદિર છે. જયાં કુમળા છોડને વાળીએ તેમ વળે તેવી કેળવણીનો સંચાર થાય છે.
શાળામાં પ્રવાસના આયોજનથી બાળકોને નવું જોવાનું, જાણવાનું, સામાજિક ભાગીદારી, સસ્કૃતીની જાળવણીના ગુણોનો વિકાસ થાય છેઅને વિદ્યાર્થી પ્રવાસી બને છે.
આધુનિક ઉપકરણોની સમજ શાળા બાળકને ૨૧ મી સદીના યુગમાં લઈ જતા રોકી શકતી નથી તેનો વિકાસ વણથંભે આગળ વધે છે.
નિયમિતતા સમય પાલન “TIME Management” એ શાળાના આચાર્ય,શિક્ષકો, વિદ્યાથીઓને સ્વયં શિસ્તના રૂપમાં નિખારતા શાળા એક આદર્શ શાળા બને છે. અમે જીલ્લામાં સર્વશ્રેષ્ઠ શાળાનું બિરુંદ પણ હાંસલ કરે છે.
શાળાના શિક્ષકો નિત્ય નવું વાંચન, પુસ્તાકાલયમાં આવતી નવી ચોપડીઓ - નવું સંશોઘન સામે કંઈક નવું કરવું - બીજાએ કરેલું કોપી નહી કરવી. તેવા આદર્શો કેળવશે તેવો શાળાના આચાર્યશ્રીનો દોવો છે. સુંદર ટકાઉ ઈમારત બનાવવા જ મજબુત સિમેન્ટ,રેતી,કપચી અને સ્ટીલની જરૂરીયાત હોય છે. તેવી રીતે શાળાના વિકાસ માટે સારું કેળવણી મંડળ,આચાર્ય,શિક્ષકો,વાલીઓ,વિદ્યાર્થીઓ હશે તો તેઓ દ્રારા મજબુત અને ટકાઉ શિક્ષણ રૂપી ઈમારત ચણતા વાર નહી લાગે અને સર્જન કરવામાં ખૂબ જ વાર લાગે છે અને વિસર્જન કરવામાં વાર નથી લાગતી.શિક્ષણ એક એવી અવિરત પ્રકિયા છે. જેના સર્જનમાં વાર લાગે છે. એક સમજું સમાજ જો તેમાં જોડાઈ તો એક સરસ્વતી સાધનાનું સુંદર મંદિર આપો આપ સર્જન થઈ જાય છે.
આજના રાજકીય કાવાદાવામાં સર્જનશીલતામાં રૂકાવટ આવે માટે શિક્ષણમાં રાજકારણની જરૂર નથી. રાજકારણમાં શિક્ષણની જરૂરી વાત છે. જો આ આપણે શરૂ કરીશું તો દેશનું શિક્ષણપક્ષપાત,જ્ઞાતિ,મતિ,ધર્મ,ભેદભાવથી દૂર રાખી એ સુંદર શૈક્ષણિક મંદિર બનાવતા વાર લાગશે નહી. તો આવો સૌ ભેગામળી શૈક્ષણિક કાંતિનું સર્જન કરીએ -
“વિના સહકાર નહી સહકાર”
દરેક માનવી દરેક વસ્તુ પોતાની માને છે. પણ પોતાનું કોઈ નથી,જન્મ તો બીજા એ આપ્યો,નામ પણ બીજાએ પાડયું શિક્ષણ બીજાએ આપ્યું કાર્ય બીજાએ શીખવ્યું અને સ્મશાન પણ બીજા લઈ ગયા માટે આ પૃથ્વી ઉપર આપણું પોતાનું કાંઈ જ નથી.
શાળાએ પરંપરાગત પધ્ધતિથી શૈક્ષણિક અનુભવોની સાથે સાથે જ્ઞાન વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં અદ્યતન શૈક્ષણિક પધ્ધતિ, પ્રયુકિતના અભિગમના ઉપયોગની શરૂઆત કરી દીધી છે. કેળવણી મંડળના તથા વાલીઓના સહકારથી “CAL – Computer Aided Learning” ખૂબ ઉપયોગી પુરવાર થાય તેવી પધ્ધતિથી વિદ્યાર્થીઓને વર્ગખંડમાં શિક્ષણ આપવાના પ્રયત્નો થઈ રહયા છે.શાળાની વેબસાઈટ બનાવવાની સમગ્ર જવાબદારી અમારી શાળાના ગણિત - વિજ્ઞાન - કોમ્પ્યુટર શિક્ષકશ્રી દેવેન્દ્રભાઈ પટેલે નિષ્ઠાપૂર્વક નિભાવી છે.